પ્રવૃત્તિઓ

આ પાનું શેર કરો
પ્રવૃત્તિઓ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
  • યુવા કલ્યાણને લગતી પ્રવૃતિઓ.
  • સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમત,રાજયની મુલાકાત લેતા સાંસ્કૃતિક મંડળો વગેરે સહિત મનોરંજન અને વિશ્રાંતિ સમયની પ્રવૃતિઓ
  • રાજ્ય સરકારનો વહીવટ માતૃભાષામાં થાય તે હેતુસર ઘડવામાં આવેલા રાજભાષા અધિનિયમ હેઠળ કચેરીની પ્રવૃત્તિઓ
  • સાહિત્ય પ્રવૃત્તિ જે સમગ્ર લોકચેતનાની અભિવ્યકિતની પ્રવૃત્તિ છે
  • ગુજરાત પ્રદેશમાં બોલાતી ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ જેવી કે બંગાળી, મરાઠી, પંજાબી, તમિળ, તેલુગુ ઇત્યાદિ ભારત સરકાર માન્ય ભાષાઓ તથા ગુજરાત પ્રદેશની ડાંગી, કચ્છી વગેરે બોલીઓ અને તેના સાહિત્યના વિકાસ, સંશોધન અને ઉત્કર્ષ માટે કામગીરી કરવી.
  • રાજયના યુવક-યુવતીઓના સર્વાગી વિકાસ માટે અને તેમની શકિતઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા માટે યુવા અને સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
  • સંસદે કાયદાથી રાષ્ટ્રીય અગત્યના જાહેર કર્યા હોય તો તે સિવાયના પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો તથા પુરાવશેષસ્થાનો અને અવશેષો.
  • રાજય ગેઝેટીયરો અને સંસ્મરણ ગ્રંથોને લગતી પ્રવૃતિઓ.
  • રાજયના યુવક-યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શકિતઓને બહાર લાવવા માટે આ કચેરીના નિયંત્રણ હસ્તકની પર્વતારોહણ સંસ્થા / કેન્દ્ર દ્વારા સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
Back to Top