૫રિચય
તા. ૧ લી મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી યુવા પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક બાબતો અંગેની કાર્યવાહી એક સ્વતંત્ર વહીવટી વિભાગ તરીકે અસ્તિત્વમાં ન હતી, પરંતુ રાજ્ય યુવા પ્રવૃત્તિઓને વેગ આપવા તા. ૧૭-૧૨-૧૯૯૦ થી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ એક અલગ વિભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો. સામાન્ય વહિવટ વિભાગના તા. ૦૫-૦૮-૧૯૯૭ના જાહેરનામાં ક્રમાંક ગસ (૯૭-૨૬-સક્ત૧૧૯૭(૩)કેયુ) થી વિષયોની પુન: ફાળવણી અન્વયે વિભાગ હસ્તક કેટલાક નવા વિષયો આવતા વિભાગનું નામ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને બદલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કરવામાં આવેલ છે. જે મુજબ વિભાગ આ નામ મુજબ કાર્યરત છે. આ વિભાગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંગ્રહાલય, પુરાત્વ, ગ્રંથાલયો, દફતરી અને હસ્તપ્રતો, શતાબ્દી ઉજવણી અને સ્મારકો તથા અકાદમીઓ અંગેની કામગીરી સંભાળે છે.
વધુ વાંચો