આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૨૧ જૂન ૨૦૧૮

આ પાનું શેર કરો
International Day of Yoga

આપ સુવિદિત છો કે ૨૧ જુનને સમગ્ર દેશ અને રાજ્યમાં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્‍લા ત્રણ વર્ષથી નિયમિત સ્‍વરૂપે આપ સહુના સહયોગથી આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી સફળતાપૂર્વક કરવામાંઆવેલ છે. આ વખતે પણ તા. ૨૧ જુન, ૨૦૧૮ના આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ ખૂબ જ સારી રીતે ઉજવાય તેવું સરકારશ્રી ઇચ્‍છે છે.

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ‘‘કોમન યોગ પ્રોટોકોલ (CYP)’’ એ મુખ્‍ય, કેન્‍દ્રિય બાબત છે. આથી આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે યોગની પ્રેકટીસ દરમ્‍યાન તથા યોગ દિવસની ઉજવણી ‘‘કોમન યોગા પ્રોટોકલોલ (CYP)’’ ના વ્‍યાપક-પ્રસાર માટે ભારત સરકારના આયુષ્‍ય મંત્રાલયે યોગા પ્રેચર અને કોમન યોગ પ્રોટોકલોલ (CYP) ના વિડીઓ સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ પર તા. ૨૧-૦૫-૨૦૧૮થી મુકવાના શરૂ કરેલ છે. આ સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ માટેના નીચે મુજબ URL છે.

International Day of Yoga
Back to Top