મિશન અને વિઝન

આ પાનું શેર કરો
મિશન અને વિઝન, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

મિશન

  • સમાજના વિવિધ વર્ગોમાં ખેલકૂદ પ્રતિ જાગૃતિ લાવવી અને પરિણામે ચારિત્રય ઘડતર અને સમૂહ વિકાસ હાથ ધરવો.
  • ગુજરાતના પ્રતિભાશાળી રમતવીરની ઓળખ અને સંવર્ધન તથા રમતગમત સંલગ્‍ન તમામ હિતધારકો (Stakcholders) માટે ખેલકૂદ લક્ષી પ્રોત્‍સાહક ખેલકૂદ ઇકો સિસ્‍ટમ તૈયારી કરી વૈશ્વિકકક્ષએ રમતોમાં તેમને ઝળકવાની તક પૂરી પાડવી.

વિઝન

  • વિસ્‍તૃતીકરણના પ્રયત્‍નોમાં તમામને આવરી લેવા શ્રેષ્ઠતાના પ્રયત્‍નો માત્ર પસંદગી પામેલ માટે જ. ખેલાડીલક્ષી સ્‍પોર્ટસ ઇકો સિસ્‍ટમ તૈયાર કરવી અને તમામ હિતધારકોને સંપૂર્ણ સામાજીક સહકાર પૂરો પાડવો.
  • તંત્રમાં ઇચ્‍છનીય સ્‍તર સુધી સ્‍વ. નિર્ભરતાની સિદ્ધિ સુધી સરકાર દ્વારા પ્રયત્‍નો હાથ ધરવામાં આવશે.
  • સ્‍વસ્‍થ અને આરોગ્‍યમય જીવન માટે યોગ, ખો-ખો, કબડ્ડી જેવી પારંપરિક રમતો ઉપર વિશેષ ભાર આપવામાં આવશે.
  • યોગ, ધ્‍યાન જેવી શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટેની પરાપ્રાચીન પદ્ધતિઓના સંશોધન પર વિશેષ આગ્રહ અને વિવિધ રમતોમાં તેનો ઉપયોગ.
  • પ્રશિક્ષકોને પ્રોત્‍સાહન આપવા માટેના ખાનગી પ્રયાસોને ઉત્તેજન આપવું. ટ્રેનર્સ, સંસ્‍થાઓ (કોર્પોરેટ, શાળાઓ, કોલેજો) અને ખેલ સંગઠનો થકી પ્રતિભાઓને તારવવી અને ખેલ તાલીમ સંસ્‍થાઓ / માળખાઓ ઊભા કરીને તંદુરસ્‍ત સ્‍પર્ધાત્‍મક માળખાનું સંવર્ધન અને સંચાલન કરવું.
  • ખેલકૂદ તંદુરસ્‍તી (સ્‍પોર્ટસ ફિટનેસ) કાર્યક્રમને વ્‍યાપક બનાવવો તેમજ ખેલને શાળાના અભ્‍યાસક્રમ સાથે જોડવો.
Back to Top