સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિમાના રાષ્ટ્રાર્પણ વેળાએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો

આ પાનું શેર કરો
Statue of Unity

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરને પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’/ “Statue of Unity” ના રાષ્ટ્રાર્પણ વેળાએ દેશભરના રાજ્યો અને કે‌ન્દ્ર શાસિત પ્રદેશોના કલાકારો દ્રારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમોની સાથે સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ, અને રાજ્ય પોલિસ દ્રારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય હતા.

જેમાં સૌ પ્રથમ ગુજરાત પોલિસના બ્યુગલર્સ દ્રારા મહાનુભાવોનું વેલકમ બેન્ડ થી સ્વાગત કરાયું. ત્યારબાદ વડાપ્રદાન વોલ ઓફ યુનિટી નું લોકાર્પણ કરાયું હતુ. ત્યારબાદ સમગ્ર દેશમાંથી પધારેલા સાંસ્કૃતિક જુથો એક પછી એક પ્રસ્તુતિ કરેલ. જેમાં
૧) કેરલાનું પંચવાઘમ,
૨)તમિલનાડુનું દમી હોર્સ, કારાગમ, કાવડી
૩) આંધ્રપ્રદેશનું ગરાગુલુ
૪) પોંડિચેરીનું કૈલીઅટ્ટમ.
૫) કર્ણાટકનું લેડીઝ ઢોલકુનિઠા-કોરબાના ભરવાડ સમાજના પુરૂષોનો ઢોલ સાથેનો વીરરસ દર્શાવતું નૃત્ય,
૬) છત્તીસગઢનું પંથી નૃત્ય.
૭) તેલંગણાનું મથરી નૃત્ય.
૮‌) દમણનું મચ્છી નૃત્ય જેમાં મછવારા દરીયો ખેડી પાછા આવે ત્યારે તેના આનંદ ઉલ્લાસ પ્રકટ કરતુ નૃત્ય.
૯) અરૂણાચલ પ્રદેશનું રીખ્ખમપડ
૧૦) આસમનું બિહુ જેમાં વસંતના આગમનના વધામણા અને માનવીય પ્રેમને દર્શાવતું નૃત્ય
૧૦) મેઘાલયનું વાંગલા
૧૧) મિઝોરમના ચેરો નૃત્યમાં વાંસનો ઉપયોગ થતો હોવાથી બામ્બુ ડા‌ન્સ તરીકે પ્રચલિત છે.
આ પ્રકારના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
 • Statue of Unity
Back to Top